ખીલ માટેના આયુર્વેદિક ઉપાચાર
ખીલ (Acne/Pimples)ની સમસ્યા હોર્મોનલ ફેરફાર, પિત્તદોષ, અશુદ્ધ રક્ત અને ખોટી જીવનશૈલીના કારણે થાય છે. આયુર્વેદિક અને કુદરતી ઉપચારથી ખીલને મૂળથી ઘટાડવાની અસરકારક રીતો જાણો
-
મૂળાના પાનનો રસ દરરોજ ખીલ પર ચોપડવાથી એક અઠવાડિયામાં ખીલ મટી જાય છે.
-
જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ખીલ પર લગાવવાથી આરામ મળે છે.
-
દૂધની મલાઈ અને મીંઢળ મિક્સ કરીને ખીલ પર લગાવવાથી અસરકારક પરિણામ મળે છે.
-
જાયફળને દૂધની મલાઈમાં ઘસી ખીલ પર લગાવવાથી ખીલ ઝડપથી મટે છે.
-
નારંગીની છાલ ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ ઘટે છે.
-
લીલા નાળીયેરનું પાણી પીવાથી અને મોં ધોવાથી ખીલ ઘટાડવામાં મદદ મળે છે.
-
છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા અને મોં પરની કાળાશ દૂર થાય છે.
-
રાત્રે મોઢું ધોઈ, ચારોળીને દૂધમાં ઘસી, મોઢા પર લગાવી સૂઈ જવું, અને સવારના સાબુથી ધોવાથી ખીલ મટે છે.
-
કાચા પપૈયાથી નીકળતી દૂધ જેવી પ્રવાહી ખીલ પર લગાવવાથી ખીલ કાયમી માટે મટે છે.
-
પાકેલા પપૈયાને છોલી, તેના છંદા મોઢા પર મસાજ કરીને 15-20 મિનિટ રાખવું, પછી પાણીથી ધોઈ, ટુવાલ વડે લુછી કોપરેલ લગાવવાથી મોઢાની કાળાશ અને કરચલીઓ મટે છે.
-
તુલસીના પાનના રસમાં લીંબુ અથવા આદુનો રસ ઉમેરી, મોઢા પર લગાવવાથી કાળા ડાઘા મટે છે.
-
પાકેલા ટમેટાને કાપીને, તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાવવી, પછી હળવું ગરમ પાણીથી ધોવાથી ખીલ મટે છે.
-
લોબાન, સુખડ અને આમળા પાવડર મોઢા પર ચોપડી, સુકાયા પછી લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ દૂર થાય છે.
-
કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસી, ખીલ પર લગાવવાથી અસરકારક પરિણામ મળે છે.
