એસિડિટી માટેના ઘરેલું ઉપચાર

એસિડિટી (Acidity) અને છાતીમાં બળતરા આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખોટો ખોરાક, તણાવ અને અનિયમિત જીવનશૈલી તેના મુખ્ય કારણો છે. ઘરેલું અને આયુર્વેદિક ઉપચારથી એસિડિટી કેવી રીતે કંટ્રોલ કરવી તે જાણો

એસિડિટી માટેના ઘરેલું ઉપચાર
  • અનાનસના ટુકડાઓ પર સાકર અને મરી ભભરાવી ખાવાથી એસિડિટીમાંથી રાહત મળે છે.

  • એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.

  • દ્રાક્ષ અને બાલ હરડે સમાન પ્રમાણમાં લઈને તેમાં એટલીજ સાકર ઉમેરો અને રૂપીયાભાર જેટલી ગોળીઓ બનાવી સેવન કરવાથી એસિડિટી મટે છે.

  • ગંઠોડા અને સાકરનું ચૂર્ણ અથવા સુંઠ, ખડિ, સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી પણ એસિડિટી મટે છે.

  • અડધા લીટર પાણીમાં એક લીંબુનો રસ અને અડધી ચમચી સાકર ભેળવીને, બપોરે જમ્યાથી અડધો કલાક પહેલા પીવાથી એસિડિટી મટે છે.

  • ધાણા અને જીરાનું ચૂર્ણ ખાંડ સાથે સેવન કરવાથી એસિડિટી તેમજ છાતીની બળતરા મટે છે.

  • ૧૦૦ થી ૨૦૦ મિલી દૂધમાં થોડી સાકર અને ઘીમાં સાંતળેલા ચારથી પાંચ કાળા મરીનું ચૂર્ણ નાખીને સાંજે પીવાથી એસિડિટી મટે છે.

  • ૧ થી ૨ ગ્રામ ખાવાનો સોડા ધાણા-જીરાના ચૂર્ણ અથવા સુદર્શન સાથે લઈએ તો એસિડિટી મટે છે.

  • તુલસીના પાન દહીં કે છાસ સાથે લેવાથી એસિડિટીથી રાહત મળે છે.