દૂધી છે ખૂબ ગુણકારી

દૂધી (લૌકી) એક હળવી અને પૌષ્ટિક શાકભાજી છે, જે પાચન સુધારે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય માટે લાભકારી છે. દૂધીના આરોગ્યલક્ષી ગુણો વિશે જાણો

દૂધી છે ખૂબ ગુણકારી

1. શરીરને ઠંડક આપે:
દૂધીના જ્યુસમાં પાણીની ભરપૂર માત્રા હોય છે, જે શરીરમાંથી પરસેવો, પેશાબ કે અન્ય રીતે ગુમાયેલું પાણી ફરીથી આપે છે. આથી શરીરમાં ઠંડક જળવાય રહે છે અને ડિહાઈડ્રેશનથી બચાવ થાય છે.

 

2. વજન ઘટાડવામાં મદદરૂપ:
દૂધીનો જ્યુસ પાચનને સુધારે છે અને કબજીયાત જેવી સમસ્યાઓમાં ખૂબ ફાયદાકારક છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકોને દૂધીનું નિયમિત સેવન લાભદાયક છે.

 

3. પોષક તત્વોથી ભરપૂર:
દૂધીના જ્યુસમાં વિટામિન C, વિટામિન B, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા અગત્યના પોષક તત્વો હોય છે. તેમાં ફેટ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ હોય છે.


4. ડિટૉક્સ અસર:
દૂધી શરીરના નકામા અને ઝેરી તત્વોને બહાર કાઢી શુધ્ધિકરણ કરે છે. પેશાબમાં સમસ્યા હોય તો પણ તેનું સેવન લાભ આપે છે. જો તેના જ્યુસમાં લીંબુનો રસ ઉમેરી પીવામાં આવે તો ફાયદો વધુ વધે છે.