શરદી માટેના આયુર્વેદિક ઉપચાર
શરદી માટે ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર જાણો. તુલસી, આદુ, હળદર, જીરુ પાણી જેવા અસરકારક ઉપચારથી શરદી, છીંક, ખાંસીમાં ઝડપી રાહત મેળવો.
-
ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
-
ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.
-
સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
-
નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.
-
રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
-
આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.
-
રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.
-
ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
-
અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.
-
ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
-
મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
-
લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.
-
પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.
-
કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
-
હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે.
-
રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.
-
કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.
-
ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
-
ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.
-
લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી સળેખમ મટે છે.
-
સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
-
સૂંઠ, તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.
-
સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.
-
તુલસીનાં પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
-
તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે.
-
તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે.
-
ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.
