ખાંસી (ઉધરસ) માટેના આયુર્વેદિક ઉપચાર

ખાંસી (ઉધરસ) થવાનું કારણ, તેના પ્રકારો (સૂકી અને કફવાળી ખાંસી), લક્ષણો તથા આયુર્વેદિક અને ઘરેલુ ઉપચાર વિશે સરળ અને વિશ્વસનીય માહિતી

ખાંસી (ઉધરસ) માટેના આયુર્વેદિક ઉપચાર

ખાંસી એ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. જેનો મોટાભાગના લોકો તેમના જીવનમાં સામનો કરે છે.

 ખાંસી મુખ્યત્વે બે પ્રકારની હોય છે
એક ભીની ઉધરસ અને બીજી સૂકી ઉધરસ. 

આ લેખ લખવાનો ઉદ્દેશ તમને ઉધરસ અને તેના ઈલાજ વિશે માહિતગાર કરવાનો છે. ઉધરસ એ ગંભીર રોગોમાંની એક છે જે આપણને હૃદયની નિષ્ફળતા અને ફેફસાની નિષ્ફળતા જેવા ઘણા જીવલેણ રોગો તરફ દોરી શકે છે.

આયુર્વેદિક ઉપાય:

  • ૧ ચમચી તુલસી નો રસ ૧ ચમચી આદુનો રસ ૧ ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

  • ૧૦ થી ૧૨ ગ્રામ આદુ ના રસ્ મા ૧ ચમચી મધ મા મિક્સ કરી તેમા થોડી હળદર મિક્સ કરી સવારે અને સાંજ પીવુ અને અડધો કલાક પાણી ન પીવાથી કફ મટી જશે.

  • દરરોજ ૧૦ થી ૧૨ ખજૂર ખાઈ અને ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ અને બહાર નીકળી જશે

  • જો ખાંસીનો વેગ વારંવાર આવી રહ્યો હોય તો, તુલસી અને અરડુસીનો ઉકાળો દિવસમાં ૨ વાર પીવો.

  • સૂંઠ, કાળા મરી અને પિપ્પલી સમપ્રમાણમાં લઇ તેનું ચૂર્ણ બનાવી અડધી ચમચી પાવડર મધ સાથે ચાટવો અથવા તેનો ઉકાળો બનાવીને પણ લઇ શકાય છે.

  • કાળા મરી અને ગોળનો ઉકાળો અથવા આદુ અને ગોળનો ઉકાળો દિવસમાં બે વાર પીવો.