આયુર્વેદિક ચિકિત્સા
અનીંદ્રા માટેના આયુર્વેદિક ઉપચાર
અનીંદ્રા માટેના આયુર્વેદિક ઉપચાર જાણો. ઊંઘ ન આવવાની સમસ્યા માટે આયુર્વેદિક દવાઓ, ઘરેલુ ઉપાય અને જીવનશૈલી દ્વારા કુદરતી રીતે નિંદ્રા સુધારવાની માહિતી અહીં વાંચો.
admin
Jan 3, 2026 - 12:23
Updated: Jan 3, 2026 - 12:58
Ø સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
Ø ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
Ø પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
Ø સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
Ø વરીયાળી , દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
Ø જાયફળ , પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
Ø ખુબ વિચાર , વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
Ø દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
Ø કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.
Ø ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે .
Ø કુમળા રીંગણને શેકી , મધમાં મેળવી સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે .
Ø ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે .
Ø રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.