તુલસીના અમૂલ્ય ફાયદાઓ

તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર પવિત્ર છોડ છે. રોજ તુલસીનું સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે, શરદી-ખાંસીમાં રાહત મળે છે અને શરીર અંદરથી શુદ્ધ બને છે. તુલસીના અમૂલ્ય આરોગ્યલક્ષી ફાયદાઓ જાણો

તુલસીના અમૂલ્ય ફાયદાઓ
  • હવા શુદ્ધ કરવી:
    તુલસીમાં રહેલું વિશિષ્ટ તેલ હવાને જંતુમુક્ત કરી શુદ્ધ બનાવે છે.

  • બળ અને સ્મરણ શક્તિ વધારવી:
    સવારે નરણે કોઠે તુલસીનો રસ પાણી સાથે લેતા બળ, તેજ અને સ્મરણશક્તિમાં વૃદ્ધિ થાય છે.

  • મોંની દુર્ગંધ દૂર કરવી:
    દરરોજ તુલસીના પાન ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે.

  • શરીરની વીદ્યુત શક્તિ જાળવવી:
    તુલસી શરીરમાં વીદ્યુત સંતુલન જાળવે છે. તુલસીની માળા ધારણ કરનારા ઘણા રોગોથી સુરક્ષિત રહે છે.

  • કફરોગમાં ઉપયોગી:
    શરદી, ઉધરસ, સળેખમ, સસણી અને શ્વાસરોગ જેવા કફ સંબંધિત રોગોમાં તુલસી અત્યંત લાભદાયી છે.

  • પાચનતંત્ર સુધારવું:
    ભૂખ ન લાગવી, મોં વાસ આવવી, પેટ ડબ રહેવું વગેરે પાચન સંબંધિત તકલીફોમાં તુલસી ઉપયોગી છે.

  • વિવિધ રૂપે ઉપયોગ:
    તુલસીના પાન કાચા ખાઈ શકાય, તેમનો રસ કાઢી પી શકાય અથવા સુકવીને પણ ઉપયોગ કરી શકાય છે.

  • સાવચેતી:
    ગરમ પ્રકૃતિ ધરાવનારા અને પિત્તજ રોગ ધરાવનારે તુલસીનો ઓછો ઉપયોગ કરવો.
    તુલસીના પાન ખાઈને તરત દુધ ન પીવું.

  • એસીડીટી અને આંતરડાના રોગોમાં રાહત:
    તુલસીના નિયમિત સેવનથી એસીડીટી, મરડો અને કોલાઈટીસ જેવી તકલીફો દૂર થાય છે.

  • હૃદયરોગ અને શરદીમાં ફાયદો:
    તુલસી હૃદયના રોગોમાં આશ્ચર્યજનક રીતે લાભ આપે છે અને બાળકોમાં શરદી-ઝાડા-ઉલટી જેવી તકલીફોમાં પણ આરામ આપે છે.

  • તુલસી ખરેખર કુદરતની એક અદ્ભુત ઔષધી છે જે શરીરને નિરોગી અને શક્તિશાળી બનાવે છે.