કબજીયાત માટે બેસ્ટ ઘરેલૂ આયુર્વેદિક ઉપચાર
કબજીયાત (Constipation) પાચનતંત્રની સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા છે. ખોટી ખોરાકની આદતો, ઓછું પાણી અને તણાવના કારણે થાય છે. આયુર્વેદિક ઘરેલૂ ઉપચારથી કબજીયાતને મૂળથી દૂર કરવાની અસરકારક રીતો જાણો
શરીરમાં મલ જમાઈ જતો હોય ત્યારે પાચનતંત્ર ધીમું પડે છે અને તેની અસર સમગ્ર તંદુરસ્તી પર પડે છે. અહીં કેટલાક અસરકારક અને સરળ ઘરેલૂ ઉપાયો છે, જે કબજીયાત દૂર કરવામાં મદદરૂપ છે:
- અજમો અને સોનામુખીનું ચૂર્ણ
સોનામુખી અને અજમોનું ચૂર્ણ લઇ ને હળવા ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલા લો. આ આંતરડાને સાફ કરે છે. અને કબજીયાત દૂર થાય છે
- ટમેટાનો રસ
રોજ એક કપ પાકા ટમેટાનો રસ પીવો. તે આંતરડાની ક્રિયા સારી કરે છે અને મળ છૂટું પડે છે. અને કબજીયાત દૂર થાય છે
- સવારનું ગરમ પાણી
ખાલી પેટ સવારે થોડું ગરમ પાણી પીવાથી પાચનશક્તિ વધે છે અને કબજીયાત દૂર થાય છે.
- લીંબુ વાળું પાણી
સવારે અને રાત્રે લીંબુનો રસ ગરમ કે ઠંડા પાણીમાં ઉમેરીને પીવો. તે પાચનતંત્રને એક્ટિવ કરે છે. તેનાથી કબજીયાત મટે છે.
- ખજુર પાણી
રાત્રે ખજુર પાણીમાં ભીંજવી રાખો. સવારે તે મસળી ગાળી ને પાણી પીવો – આંતરડાને સાફ કરે છે.
- આદુ + લીંબુ + મધ
1 ચમચી આદુનો રસ + 1 ચમચી લીંબુનો રસ + 2 ચમચી મધ ગરમ પાણીમાં ઉમેરી પીવો. એ શરદી પણ દૂર કરે અને કબજીયાતમાં પણ ફાયદાકારક છે.
- કાળી દ્રાક્ષ પાણી
રાત્રે થોડા કાળા દ્રાક્ષ ઠંડા પાણીમાં પલાળી રાખો. સવારે તેને મસળી ગાળી ને તે પાણી પીવો – તેનાથી કબજીયાત મટે છે.
