પેટના દર્દો નો આયુર્વેદિક ઉપાય
પેટના દર્દો માટે આયુર્વેદિક ઉપાય જાણો. પેટ દુખાવો, ગેસ, એસિડિટી અને અપચો માટે આયુર્વેદિક દવાઓ, ઘરેલુ નુસ્ખા અને આહાર સૂચનો અહીં વાંચો
-
અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો અજીર્ણ અને વાયુ મટે છે.
-
અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
-
શેકેલાં જાયફળનું એક ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
-
જમ્યા પછી પેટમાં સતત દુઃખાવો થાય તો તે માટે સુંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાંખી સવાર સાંજ લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
-
લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુઃખાવો મટે અને આફરો મટે છે.
-
ગોળ અને ચુનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
-
અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
-
કોકમનો ઉકાળો કરી તેમાં થોડું મીઠું નાખી પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે.
-
સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે.
-
જીરૂ અને ધાણા બન્ને સરખા ભાગે લઈ રાત્રે પલાળી સવારના ખુબ મસળી તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે.
-
ફુદીનાના રસમાં સાકરની ચાશણી મેળવી લેવાથી પેટના દર્દો મટે છે. અને લાંબા સમયની આંતરડાની ફરીયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે.
-
ઉકળતા પાણીમાં સુંઠનું ચુર્ણ નાખી તેને ઠંડુ કરી ગાળી તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આફરો પેટનો દુઃખાવો મટે છે.
-
એક રૂપીયા ભાર તલનું તેલ અને એક તોલો હળદર મેળવીને લેવાથી પેટની ચુક મટે છે.
-
રાઈનું ચુર્ણ થોડી સાકર સાથેલેવાથી અને ઉપરથી પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુઃખાવો મટે છે.
-
હીંગ, સુંઠ, મરી, લીંડીપીપર, સિંધવ, અજમો, જીરૂ, શાહજીરૂં આ આઠ ચીજો સરખેભાગે લઈ ચુર્ણ બનાવી લેવાથી પેટના દર્દો મટે છે. (હિંગાષ્ટક ચુર્ણ)
-
સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દીવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટના અનેક જાતના દર્દો મટે છે.
-
રાઈનું ચુર્ણ પાણી સાથે લેવાથી પેટની ચુક અને અજીર્ણ મટે છે.
