ઝાડા (મરડો) માટે આયુર્વેદીક ઘરગથ્થું ઉપચાર

ઝાડા અથવા મરડો પાચન બગડવું, ઇન્ફેક્શન અથવા ખોરાકની ગડબડના કારણે થાય છે. આયુર્વેદિક ઘરગથ્થું ઉપચારથી ઝાડા રોકવા, શરીરમાં પાણીની ઉણપ ટાળવા અને પાચન સુધારવાના અસરકારક ઉપાયો જાણો

ઝાડા (મરડો) માટે આયુર્વેદીક ઘરગથ્થું ઉપચાર
  • ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.

  • ખજુરના ઠળીયાની રાખ, ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા મટે છે.

  • હળવા ગરમ પાણીમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી પીવાથી ઝાડા અને મરડો દૂર થાય છે.

  • તુલસીના પાંચ પાન અને સંચળ, 50 ગ્રામ દહીંમાં મિક્સ કરીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.

  • માખણ, મધ અને ખસીસાકર ભેળવી ખાવાથી મરડો મટે છે.

  • કેરીના ગોટલાનું ચૂર્ણ, છાશ અથવા ચોખાના ઓસામણમાં મેળવી ખાવાથી મરડો મટે છે.

  • મરીનું ચૂર્ણ છાશમાં લઈએ તો મરડો મટે છે.

  • મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.

  • મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ ઉમેરી પીવાથી મરડો મટે છે.

  • આદુનો રસ ડુંટીએ ચોપડવાથી ઝાડા મટે છે.

  • સુંઠ ફાકવાથી અથવા તેના ઉકાળામાં રૂપીયાભર જેટલું એરંડિયું નાખી પીવાથી મરડો મટે છે.

  • લીંબુનો રસ ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર ઉમેરી પીવાથી મરડો મટે છે.

  • અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી લેવાથી મરડો મટે છે.

  • અંદરજવ તવી પર શેકી, તેને વાટી, 1 તોલો દિવસમાં બે વખત લેવાથી મરડો મટે છે.

  • આંબાના સુકા ફૂલનું ચૂર્ણ ગમે તેટલો જૂનો મરડો મટાડે છે.

  • કાંદાને બારીક વાટી, ત્રણ-ચાર વાર પાણીથી ધોઈ, દહીં સાથે ખાવાથી લોહીવાળા ઝાડા મટે છે.

  • તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

  • કોકમનું ઘી ગરમ કરીને, દિવસમાં બે-ત્રણ વખત બે તોલા જેટલું પીવાથી લોહીવાળો મરડો મટે છે.

  • સુંઠનું ચૂર્ણ છાશમાં મેળવી, દર બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.

  • કાચું પપૈયું પાણીમાં ઉકાળી ખાવાથી ઝાડા મટે છે.

  • જાયફળ પાણીમાં ઘસીને, અડધી ચમચી જેટલું સવાર-સાંજ ચાટવાથી ઝાડા બંધ થઈ જાય છે.