પથરી માટેના ઘરેલુ નુસ્ખાઓ

પથરી માટેના ઘરેલુ નુસ્ખાઓ જાણો. કિડની સ્ટોન માટે ઘરેલુ ઉપાય, આયુર્વેદિક રીતો અને આહાર સૂચનો દ્વારા પથરીની સમસ્યામાં રાહત મેળવો.

પથરી માટેના ઘરેલુ નુસ્ખાઓ
  • લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.

  • ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.

  • ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.

  • ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

  • નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.

  • કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.

  • જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.

  • કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.

  • કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

  • કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.

  • ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપડી સુરોખાર નાંખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.

  • મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.

  • મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.