સ્ત્રી રોગો માટે આયુર્વેદીક ઉપચાર

સ્ત્રી રોગો માટે આયુર્વેદીક ઉપચાર જાણો. માસિક સમસ્યા, પીસીઓડી, સફેદ પ્રવાહ અને ગર્ભાશય સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દવાઓ, આહાર અને ઘરેલુ ઉપાય વિશે વાંચો.

સ્ત્રી રોગો માટે આયુર્વેદીક ઉપચાર
  • ખજુર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મુર્છા આવતી હોય તેવી સ્ત્રીઓના હીસ્ટીરીયા મટે છે.

  • પાકા કેળાં, આમળાનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.

  • જીરા અને સાકરનું ચુર્ણ પાવલીભાર ચોખાના ધોવાણમાં પીવાથી સ્ત્રીઓના શ્વેતપ્રદર મટે છે.

  • એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે.

  • હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસીક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.

  • સ્ત્રીઓને માસીક વખતે ખુબ પીડા થતી હોય કે માસીક બરાબર ન આવતું હોય તો તલ ખાવા એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવા અને પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાંખી પીવાથી માસીક સાફ આવે છે.

  • ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો, સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલી મેથીનો લોટ નાંખી એક રસ કરી ઉતારી લેવું પછી તેમાં બે તોલા ગોળ નાંખી બરાબર મીક્ષ કરી પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છુટથી આવે છે.

  • જીરાની ફાકી ખાવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.

  • ઘીમાં શેકેલીહીંગ, ઘી સાથે ખાવાથી સુવાવડીસ્ત્રીને આવતા ચક્કર અને શૂળ મટે.

  • સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છુટથી કરવો જેથી ધાવણ સાફ આવે છે કમર દુઃખતી નથી અને ખાધેલાનું પાચન થાય છે.

  • સુવાવડમાં તાવ અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સુંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.

  • ઉલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધીચમચી જેટલું અજમાનું ચુર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.

  • લવીંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીને ઉલટી મટે છે.