મૂત્ર સંબંધી રોગ

મૂત્ર સંબંધી રોગો જેમ કે બળતરા, વારંવાર મૂત્ર આવવું, મૂત્રમાં દુખાવો, ચેપ (UTI), પથરી અને મૂત્ર અટકવાનું કારણ, લક્ષણો તથા આયુર્વેદિક અને આધુનિક ઉપચાર વિશે સંપૂર્ણ માહિતી.

મૂત્ર સંબંધી રોગ

પેશાબને રોકી રાખવાની કુટેવ, સ્વચ્છ પાણી ન પીવું, નિયમિત સમયે ભોજન ન કરવું (ટાઇટ) ચુસ્ત વસ્ત્રો પહેરવા વગેરે મૂત્ર સંબંધી રોગો ઉત્પન્ન કરે છે. તેનાં ઉપાયો અલગ-અલગ છે. જેમાં

 

  • પેશાબમાં જલન કે બળતરા થતી હોય તો ઉશીરનાં પાંદડાનો કાઢો લેવો જોઈએ.

  • વારંવાર પેશાબ જવાની જે વ્યક્તિઓને સમસ્યા હોય (વડીલોને આ સમસ્યા વધારે સતાવતી હોય છે) તેમણે જરાનો કાઢો પીવો જોઇએ.

  • પેશાબ રોકાઇ - રોકાઇને આવતો હોય તો તજનો ઉકાળો સવાર-સાંજ લેવો જોઇએ.

  • મૂત્ર સાફ આવે તે માટે નારિયેળનું પાણી + ૧ ચમચી મધ + ૩ એલચી નાખીને પીવું જોઈએ.

  • બહુ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઇએ.

 

આ ઘરગથ્થુ ઉપચારોથી મૂત્ર સંબંધી રોગો પર કાબુ મેળવી શકાય છે.