ઝાડા (મરડો) માટે આયુર્વેદીક ઘરગથ્થું ઉપચાર
ઝાડા (મરડા) જેવી પાચન તંત્રની તકલીફ માટે અસરકારક આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર જાણો. પેટની તકલીફમાં ઝડપથી રાહત મેળવવા માટે આ કુદરતી ઉપાયો અજમાવો

-
ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.
-
ખજુરના ઠળીયાની રાખ, ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા મટે છે.
-
હળવા ગરમ પાણીમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી પીવાથી ઝાડા અને મરડો દૂર થાય છે.
-
તુલસીના પાંચ પાન અને સંચળ, 50 ગ્રામ દહીંમાં મિક્સ કરીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
-
માખણ, મધ અને ખસીસાકર ભેળવી ખાવાથી મરડો મટે છે.
-
કેરીના ગોટલાનું ચૂર્ણ, છાશ અથવા ચોખાના ઓસામણમાં મેળવી ખાવાથી મરડો મટે છે.
-
મરીનું ચૂર્ણ છાશમાં લઈએ તો મરડો મટે છે.
-
મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.
-
મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ ઉમેરી પીવાથી મરડો મટે છે.
-
આદુનો રસ ડુંટીએ ચોપડવાથી ઝાડા મટે છે.
-
સુંઠ ફાકવાથી અથવા તેના ઉકાળામાં રૂપીયાભર જેટલું એરંડિયું નાખી પીવાથી મરડો મટે છે.
-
લીંબુનો રસ ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર ઉમેરી પીવાથી મરડો મટે છે.
-
અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી લેવાથી મરડો મટે છે.
-
અંદરજવ તવી પર શેકી, તેને વાટી, 1 તોલો દિવસમાં બે વખત લેવાથી મરડો મટે છે.
-
આંબાના સુકા ફૂલનું ચૂર્ણ ગમે તેટલો જૂનો મરડો મટાડે છે.
-
કાંદાને બારીક વાટી, ત્રણ-ચાર વાર પાણીથી ધોઈ, દહીં સાથે ખાવાથી લોહીવાળા ઝાડા મટે છે.
-
તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
-
કોકમનું ઘી ગરમ કરીને, દિવસમાં બે-ત્રણ વખત બે તોલા જેટલું પીવાથી લોહીવાળો મરડો મટે છે.
-
સુંઠનું ચૂર્ણ છાશમાં મેળવી, દર બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
-
કાચું પપૈયું પાણીમાં ઉકાળી ખાવાથી ઝાડા મટે છે.
-
જાયફળ પાણીમાં ઘસીને, અડધી ચમચી જેટલું સવાર-સાંજ ચાટવાથી ઝાડા બંધ થઈ જાય છે.
What's Your Reaction?






