જે લોકોને ભૂખ લાગતી ન હોય તેમના માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર

ભૂખ ન લાગવી એ પાચનતંત્રની નબળાઈ અથવા માનસિક તણાવના કારણે થઈ શકે છે. આયુર્વેદમાં તકે ઉપાય એવા છે કે જેમના દ્વારા ભૂખમાં સુધારો લાવી શકાય છે – જેમ કે જીરું, આદું, તુલસી અને ત્રિફળા

જે લોકોને ભૂખ લાગતી ન હોય તેમના માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર
  • અંજીર ખાવાથી જઠરાગ્નિ (જઠર શક્તિ) સતેજ બને છે, જેથી ભૂખ સારી રીતે લાગે છે.

  • આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને ભોજનની શરૂઆતમાં લેવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે અને મોં શુદ્ધ બને છે, જે ભૂખ લાવવામાં મદદ કરે છે.

  • પપૈયાનું નિયમિત સેવન ભૂખ ઉઘાડવામાં ખૂબ અસરકારક છે.

  • પાચન શક્તિ નીચી હોય અને ભૂખ ન લાગતી હોય તો રોજ સવારે થોડા દિવસ સુધી "64 પ્રહરી પીપર"નું મધ સાથે સેવન કરવું. આ પ્રયોગ કફના રોગો, શ્વાસ અને શરદીમાં પણ લાભદાયક છે.

  • 20 ગ્રામ બી કાઢેલી દ્રાક્ષ ખાઈને ઉપરથી 250 મિ.લી. દૂધ પીવાથી ભૂખ વધે છે.

  • ભોજનના લગભગ એક કલાક પહેલાં થોડું ગરમ પાણી પીવાથી ભૂખ લાગે છે અને પાચનતંત્ર મજબૂત બને છે.

  • દરરોજ સવાર-સાંજ લવિંગનું બારીક ચૂર્ણ મધ સાથે 1-1 ચમચી લેવાથી ભૂખ ઉઘડે છે. જો લવિંગ કારણે ભૂખ લાગી જાય, તો તેનો ઉપયોગ અટકાવી દેવો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow