ખીલ મટાડવાના શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર
ખીલ (pimples) ત્વચાની સામાન્ય પરંતુ ચિંતાજનક સમસ્યા છે. ઘરગથ્થાં અને કુદરતી ઉપાયો જેવી કે લસણ, તુલસી, લીંબૂ અને ચંદનથી ખીલને અસરકારક રીતે મટાડવી શક્ય છે

▪️ મૂળાના પાનનો રસ ચહેરા પર લગાવવાથી માત્ર એક અઠવાડિયામાં ખીલની સમસ્યા દૂર થાય છે.
▪️ જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ ધીમે ધીમે ઘટવા લાગે છે.
▪️ દૂધની મલાઈમાં મીંઢળ (મલ્ટાની માટી) મિક્સ કરીને ખીલ પર લગાવવાથી ત્વચા શુદ્ધ થાય છે અને ખીલ મટે છે.
▪️ જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાવવાથી તે ચામડીના દુષિત તત્વો દૂર કરે છે અને ખીલ મટાડે છે.
▪️ નારંગીની છાલને ઘસીને તેની પેસ્ટ ખીલવાળા ભાગ પર લગાવવાથી ત્વચા તાજી બને છે અને ખીલ ઓછા થાય છે.
▪️ લીલા નાળીયેરનું પાણી નિયમિત પીવાથી અને તેની સાથે મોં ધોવાથી ચહેરાની ત્વચા સ્વચ્છ રહે છે અને ખીલ દૂર થાય છે.
What's Your Reaction?






