પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઘરગથ્થું ઉપાયો

-
અજમો ફાકી લઈને ઉપરથી ગરમ પાણી પીવાથી અજીર્ણ, વાયુ અને પેટનો દુઃખાવો મટે છે.
-
અજમો અને મીઠું સાથે વાટી તેને ફાકવાથી પેટનો દુઃખાવો દૂર થાય છે.
-
શેકેલાં જાયફળનું 1 ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે પીવાથી રાહત મળે છે.
-
જો જમ્યા પછી સતત દુઃખાવો થાય તો સુંઠ, તલ અને ગોળ સરખા ભાગે લઈ દૂધમાં ઉકાળી સવાર-સાંજ પીવું.
-
લીંબુના રસમાં પાપડખાર ઉમેરી પીવાથી પેટનો દુઃખાવો અને આફરો મટે છે.
-
ગોળ અને ચુનો ભેગો કરીને ગરમ પાણી સાથે પીવાથી પેટના દુઃખાવામાં ફાયદો થાય છે.
-
અજમો અને સંચળનું ચુર્ણ ફાકી લેવાથી વાયુ મટે છે.
-
કોકમનો ઉકાળો બનાવી તેમાં થોડું મીઠું ઉમેરી પીવાથી વાયુ અને ગોળો મટે છે.
-
સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં ઉમેરી પીવાથી પેટની બળતરા મટે છે.
-
જીરુ અને ધાણા સરખા ભાગે લઈ રાત્રે પલાળી સવારના મસળી, તેમાં સાકર ઉમેરી પીવાથી બળતરા ઓછા થાય છે.
-
ફુદીનાનો રસ અને સાકરની ચાશણી સાથે લેવાથી આંતરડાની પીડામાં રાહત મળે છે.
-
ઉકળતા પાણીમાં સુંઠના ચુર્ણ ઉમેરી, ઠંડું થયા પછી ગાળી પાંચ ચમચી જેટલું પીવાથી આફરો અને દુઃખાવો મટે છે.
-
તલનું તેલ અને હળદર ભેળવી પીવાથી પેટની ચુક મટે છે.
-
રાઈનું ચુર્ણ અને સાકર ભેળવી પીવાથી વાયુ અને કફથી થતા દુઃખાવામાં રાહત મળે છે.
-
હિંગ, સુંઠ, મરી, લીંડીપીપર, સિંધવ મીઠું, અજમો, જીરૂ અને શાહજીરૂ સરખા ભાગે લઈ ચુર્ણ બનાવી ‘હિંગાષ્ટક ચૂર્ણ’ બનાવવાથી વિવિધ પ્રકારના દુઃખાવામાં ઉપયોગી રહે છે.
-
દૂધમાં સાકર ઉમેરી તેમાં 1–2 ચમચી દીવેલ નાંખીને દિવસમાં બે વાર પીવાથી અનેક પ્રકારના પાચન સંબંધિત દુઃખાવામાં રાહત મળે છે.
-
રાઈનું ચુર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ અને પેટની ચુક મટે છે.
What's Your Reaction?






