સવારે ખાલી પેટ બે લવિંગ ચાવવાથી થતા અસરકારક ફાયદા
સવારે ખાલી પેટ લવિંગ ચાવવાથી પાચનતંત્ર મજબૂત બને છે, માથાનો દુઃખાવો, શ્વાસની તકલીફ અને દુર્ગંધ જેવી સમસ્યાઓ દૂર થાય છે. તે શરીરમાં ઇમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ બને છે

આપણા રસોડામાં ઉપયોગ થતા મસાલા માત્ર સ્વાદ માટે જ નહીં પણ આરોગ્ય માટે પણ અનમોલ છે. તેમા લવિંગ એક એવી ઔષધીય તાસીર ધરાવતી વસ્તુ છે કે જે નાનકડા ઉપયોગથી મોટી તકલીફો દૂર કરી શકે છે.
1. પેટનો દુખાવો અને પાચનતંત્ર સુધરે:
જો તમને વારંવાર પેટ દુખે છે અથવા પાચનશક્તિ નબળી છે તો રાત્રે સૂતા પહેલા કે જમ્યા પછી એક–બે લવિંગ ચૂસી લો. થોડા દિવસમાં જ પેટના દુખાવામાં રાહત મળશે.
2. માથાનો દુખાવો દુર કરે:
માથાના દુખાવા માટે પેનકિલર લેવાના બદલે લવિંગ ગરમ પાણી સાથે લો. તે પેનકિલર જેટલો જ અસરકારક છે અને કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી.
3. ગળાની ખરાશમાં આરામ આપે:
હવામાં બદલાવ કે ખોટું ખાવાથી ગળામાં ખરાશ થાય ત્યારે લવિંગ જીભ પર રાખી ચૂસો. તેનો ઝાકળ જેવો અસરકારક અસરો ગળાને શાંત કરે છે.
4. શરદીમાં રાહત આપે:
મધ સાથે લવિંગનો ઉપયોગ કરવાથી શરદી ઝડપથી ઓછી થાય છે. 3–4 દિવસ અવિરત લેવાથી ખૂબ ફાયદો થાય છે.
5. ચહેરાની ખીલ-મસાના મટાડે:
લવિંગનું તેલ તમારા ફેસપૅકમાં ઉમેરીને ઉપયોગ કરો. અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરવાથી ખીલ, બ્લેકહેડ્સ અને ચેહરાની નરમાઈ વધે છે.
What's Your Reaction?






