દરરોજ દહીં-રોટલી ખાવાથી શરીર બને છે મજબૂત, આ બીમારીથી મળશે છુટકારો
દરરોજ દહીં સાથે રોટલી ખાવાથી મળતા આરોગ્યલાભો જાણો. પાચન સુધારવું, ઈમ્યુનિટી વધારવી અને શરીરને મજબૂત બનાવવા દહીં-રોટલી એક ઉત્તમ દેશી ભોજન છે.
1.પાચનતંત્ર મજબૂત બને
→ રોટલી સાથે દહીં ખાવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે.
2.આંતરડાં માટે ફાયદાકારક
→ દહીં ઉત્તમ પ્રોબાયોટિક્સ છે અને રોટલી ફાઈબરથી ભરપૂર છે.
→ બંનેના સંયોજનથી આંતરડામાં સારા બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે અને કબજીયાત, ગેસ, અપચો અને આંતરડાની સોજાની સમસ્યાઓ દૂર રહે છે.
3.ઇમ્યુનિટી વધારે
→ દહીંમાં રહેલા પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
→ દહીં-રોટલીના નિયમિત સેવનથી શરદી, ઉદરસ અને વાયરસથી બચાવ થાય છે.
4.તણાવ ઓછી થાય
→ દહીંમાં એન્ટી-ઓક્સીડન્ટ્સ હોય છે, જે તણાવ અને ચિંતા ઘટાડે છે.
→ દહીં અને રોટલી સાથેનું ભોજન મનને શાંતિ અને ખુશીનો અનુભવ કરાવે છે.
5.હાડકાં અને સાંધા મજબૂત બને
→ દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમની વધુ માત્રા હોય છે.
→ દહીં-રોટલીનું દૈનિક સેવન હાડકાં મજબૂત બનાવે છે અને ફ્રેક્ચર કે સાંધાના દુખાવાનું જોખમ ઘટાડે છે.
What's Your Reaction?
