પેટના દર્દો નો આયુર્વેદિક ઉપાય

પેટના દુખાવા માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. અપચો, ગેસ અને એસિડીટી જેવી સમસ્યાઓ માટે પ્રાકૃતિક ઉપાયો અને આયુર્વેદિક દવાઓ અજમાવો

પેટના દર્દો નો આયુર્વેદિક ઉપાય
  • અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટના દુઃખાવા, અજીર્ણ અને વાયુની તકલીફ મટે છે.
  • અજમો અને મીઠું વાટી તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
  • શેકેલા જાયફળનું એક ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટી જાય છે.
  • જમ્યા પછી સતત પેટમાં દુઃખાવો થતો હોય તો સુંઠ, તલ અને ગોળ સરખા પ્રમાણમાં લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી દુઃખાવો મટે છે.
  • લીંબુના રસમાં થોડો પાપડખાર ઉમેરી પીવાથી પેટનો દુઃખાવો અને આફરો મટે છે.
  • ગોળ અને ચુનો ભેગા કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
  • અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટી જાય છે.
  • કોકમનો ઉકાળો બનાવી તેમાં થોડું મીઠું ઉમેરી પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.
  • સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે.
  • જીરૂ અને ધાણા સરખા ભાગે લઈ રાત્રે પલાળી, સવારે મસળી તેમાં સાકર નાખી પીવાથી પેટની બળતરા મટી જાય છે.
  • ફુદીનાના રસમાં સાકર ઉમેરી લેતા પેટના દર્દો મટે છે. આ ઉપાય લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે ઉત્તમ છે.
  • ઉકળતા પાણીમાં સુંઠનું ચુર્ણ ઉમેરી ઠંડુ કરી ગાળી, તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આફરો અને દુઃખાવો મટે છે.
  • એક રૂપીયા ભાર તલનું તેલ અને એક તોલો હળદર ભેળવી લેતા પેટની ચુક મટી જાય છે.
  • રાઈનું ચુર્ણ સાકર સાથે લેતા અને ઉપરથી પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુઃખાવો મટે છે.
  • હીંગ, સુંઠ, મરી, લીંડીપીપર, સિંધવ, અજમો, જીરૂ અને શાહજીરૂ સરખા ભાગે લઈ ચુર્ણ બનાવવાથી પેટના દુઃખાવા મટી જાય છે (હિંગાષ્ટક ચુર્ણ).
  • સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દીવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટના વિવિધ પ્રકારના દુઃખાવા મટી જાય છે.
  • રાઈનું ચુર્ણ પાણી સાથે લેતા પેટની ચુક અને અજીર્ણ મટી જાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow