અનીંદ્રા માટે આયુર્વેદિક ઉપચાર

અનીંદ્રા (નિદ્રાની સમસ્યા) માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર જાણો. અશ્વગંધા, બ્રાહ્મી, શંકપુષ્પી જેવા ઔષધિઓ અને યોગ, જીવનશૈલી પરિવર્તન દ્વારા શુદ્ધ ઉંચી ઊંઘ મેળવવા માટે ઉપાયો

અનીંદ્રા માટે આયુર્વેદિક ઉપચાર
  • સુતા પહેલા ઠંડા પાણીથી હાથ-પગ ધોઈ, તાળવે અને કપાળ પર ઘી ઘસવાથી ઊંઘ સારી આવે છે.
  • ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લીધા પછી ઊંઘ સારી આવે છે.
  • પીપરીમુળના ચુર્ણની ફાકી લેતાં અને પગે દીવેલ ઘસતાં ઊંઘ સારી આવે છે.
  • ગંઠોડાનું ચુર્ણ ખાઈને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ સરળતાથી આવે છે.
  • વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ શરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
  • જાયફળ, પીપરીમૂળ અને સાકર દૂધમાં ઉમેરી, ગરમ કરીને સુતી વખતે પીવાથી ઊંઘ સારી આવે છે.
  • વધુ વિચાર, વાયુ અથવા વૃદ્ધાવસ્થાને કારણે ઊંઘ ઉડી જાય ત્યારે, ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ ગોળ અને ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
  • દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચુર્ણ ઉમેરી ઉકાળી પીવાથી ઊંઘ સારી આવે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow