સ્ત્રી રોગો માટે આયુર્વેદીક ઉપચાર

સ્ત્રી રોગો માટે આયુર્વેદિક ઉપચાર. માસિક ધર્મની સમસ્યાઓ, હોર્મોનલ અસંતુલન અને સ્ત્રી આરોગ્ય માટે શ્રેષ્ઠ આયુર્વેદિક દવાઓ, ઘરેલું ઉપાયો અને પ્રાકૃતિક ઉપચાર

સ્ત્રી રોગો માટે આયુર્વેદીક ઉપચાર
  • નિયમિત ખજુરનું સેવન કરવાથી વારંવાર મુર્છા આવતી હોય તેવી સ્ત્રીઓમાં હીસ્ટીરીયા મટે છે.
  • પાકા કેળાં, આમળાનો રસ અને સાકર એકસાથે મિશ્રિત કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ દૂર થાય છે.
  • જીરા અને સાકરનું ચુર્ણ ચોખાના ધોવાણ સાથે પીવાથી શ્વેતપ્રદર મટે છે.
  • એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે.
  • હિંગના સેવનથી ગર્ભાશય સંકોચાય છે, માસિક ધર્મ સ્વચ્છ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.
  • માસિક વખતે વધારે પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું. જ્યારે પાંચ તોલા પાણી બાકી રહે ત્યારે તેમાં ગોળ નાંખી પીવાથી માસિક સ્વચ્છ અને નિયમિત થાય છે.
  • ત્રણ તોલા મેથીનો લોટ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરીને તેમાં ભીંજવેલી મેથીનો લોટ નાખી રસ તૈયાર કરવો. તેને ઉતારી તેમાં બે તોલા ગોળ મિક્સ કરવું. આ મિશ્રણ પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છુટથી થાય છે.
  • જીરાની ફાકી ખાવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.
  • ઘી સાથે શેકેલી હિંગનું સેવન કરવાથી સુવાવડી સ્ત્રીને આવતા ચક્કર અને શૂળ મટે છે.
  • સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ધાવણ સાફ થાય છે, કમર દુઃખતી નથી અને ખાધેલાનું પાચન સરળતાથી થાય છે.
  • સુવાવડમાં તાવ અને કમર દુઃખાવામાં અડધી ચમચી અજમો, અડધી ચમચી સુંઠ અને બે ચમચી ઘી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને દુઃખાવો મટે છે.
  • ઉલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો અને ઉદરશૂળ જેવી ફરિયાદોમાં અડધી ચમચી અજમાનું ચુર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવું આરામદાયક છે.
  • લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીને ઉલટીમાં રાહત મળે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow