ગેસની તકલીફ દૂર કરવા માટે ઘરગથથું ઉપાય

ગેસની તકલીફ દૂર કરવા માટે અસરકારક ઘરગથથું ઉપાયો જાણો. પાચન તંત્ર મજબૂત બનાવવા અને ગેસની સમસ્યા ઘટાડવા માટે પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉપાય અજમાવો

ગેસની તકલીફ દૂર કરવા માટે ઘરગથથું ઉપાય

ગેસની તકલીફ દૂર કરવા માટે ઘરગથથું ઉપાય

  • બે લીંબુના ચાર ટુકડા કરો. એક ટુકડાને મરીનો પાવડર, બીજાને સિંધવ મીઠું, ત્રીજાને ડીકામરીનો પાવડર અને ચોથા ટુકડાને સંચળ છાંટી લો. આ ટુકડાઓને અગ્નિ પર હળવા ગરમ કરો અને વારાફરતી રોજ સવારે ગરમ-ગરમ ચૂસો. આ ઉપાય ગેસની તકલીફ દૂર કરવામાં અસરકારક છે.
  • દિવેલમાં સાંતળેલા હરડેના ટુકડાઓ જમ્યા પછી સોપારીની જેમ મોમાં રાખી ચૂસવાથી ગેસની તકલીફ ઓછી થાય છે.
  • ભોજન પહેલાં લીંબુની એક ફાડ લઈને તેના પર બે ગ્રામ સંચળ ભભરાવી ચૂસી લો. સાથે ઘી, તેલ અને મીઠાઈ ખાવાનું ટાળો. સવાર-સાંજ એક કલાક ચાલવું. આ ઉપાય વાયુ ચઢી છાતી પર દબાણ કરતો હોય, ભૂખ ન લાગતી હોય અથવા પાચન બરાબર ન થતું હોય તેવામાં ખૂબ ફાયદાકારક છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow