ખાંસી ( ઉધરસ )
ખાંસી (ઉધરસ) માટે આયુર્વેદિક ઉપચાર જાણો. પ્રાકૃતિક ઔષધિઓ અને ઘરેલું ઉપાયો દ્વારા ખાંસી (ઉધરસ) સંબંધિત સમસ્યાઓમાં રાહત મેળવો

ખાંસી એ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. જેનો મોટાભાગના લોકો તેમના જીવનમાં સામનો કરે છે.
ખાંસી મુખ્યત્વે બે પ્રકારની હોય છે
એક ભીની ઉધરસ અને બીજી સૂકી ઉધરસ.
આ લેખ લખવાનો ઉદ્દેશ તમને ઉધરસ અને તેના ઈલાજ વિશે માહિતગાર કરવાનો છે. ઉધરસ એ ગંભીર રોગોમાંની એક છે જે આપણને હૃદયની નિષ્ફળતા અને ફેફસાની નિષ્ફળતા જેવા ઘણા જીવલેણ રોગો તરફ દોરી શકે છે.
આયુર્વેદિક ઉપાય:
- ૧ ચમચી તુલસી નો રસ ૧ ચમચી આદુનો રસ ૧ ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
- ૧૦ થી ૧૨ ગ્રામ આદુ ના રસ્ મા ૧ ચમચી મધ મા મિક્સ કરી તેમા થોડી હળદર મિક્સ કરી સવારે અને સાંજ પીવુ અને અડધો કલાક પાણી ન પીવાથી કફ મટી જશે.
- દરરોજ ૧૦ થી ૧૨ ખજૂર ખાઈ અને ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ અને બહાર નીકળી જશે
- જો ખાંસીનો વેગ વારંવાર આવી રહ્યો હોય તો, તુલસી અને અરડુસીનો ઉકાળો દિવસમાં ૨ વાર પીવો.
- સૂંઠ, કાળા મરી અને પિપ્પલી સમપ્રમાણમાં લઇ તેનું ચૂર્ણ બનાવી અડધી ચમચી પાવડર મધ સાથે ચાટવો અથવા તેનો ઉકાળો બનાવીને પણ લઇ શકાય છે.
- કાળા મરી અને ગોળનો ઉકાળો અથવા આદુ અને ગોળનો ઉકાળો દિવસમાં બે વાર પીવો.
What's Your Reaction?






