કોલેસ્ટરોલ માટેના બેસ્ટ આયુર્વેદિક ઉપચાર
વધેલા કોલેસ્ટરોલથી હ્રદયની સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદ અનુસાર કેટલાક ઘરેલૂ અને કુદરતી ઉપાયો દ્વારા કોલેસ્ટરોલ ઘટાડીને હાર્ટને સ્વસ્થ રાખી શકાય છે

- એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઇને ઉપર પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટરોલ ઘટે છે. એનાથી લોહીનો વહન કરનારી નશો પણ સાફ કરે છે. કોથમીર દરેક સલાડ, શાક, દાળ, કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઇ શકાય.
- કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ, ધી અને માખણ બંધ કરવા. આથી રોટલી ન ખાતાં રોટલાં ખાવા. શાક પણ બાફેલાં ખાવાં.
- લોહીમાં કોલેસ્ટરોનું પ્રમાણ કાબૂમાં રાખવા ખાટા પદાર્થો જેવાં કે લીંબુ, આમળાં, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા. આમલી, ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે.
- દરરોડ સવાર-સાંજ એક મૂઠી શેકેલા છોતરાં સાથેના ચણા ખાવાથી કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને હૃદયરોગ થવાની શક્યતા મટી જાય છે.
What's Your Reaction?






