તુલસીના અમૂલ્ય ફાયદાઓ
તુલસી માત્ર ધાર્મિક પૌધો નથી, પરંતુ આયુર્વેદમાં તેને અમૂલ્ય ઔષધીય પૌધો તરીકે માનવામાં આવે છે. તુલસી શરીરની ઇમ્યુનિટી વધારવા, શ્વાસ સમસ્યાઓ દૂર કરવા અને ત્વચાની સારવારમાં પણ ઉપયોગી છે
- હવા શુદ્ધ કરવી:
તુલસીમાં રહેલું વિશિષ્ટ તેલ હવાને જંતુમુક્ત કરી શુદ્ધ બનાવે છે. - બળ અને સ્મરણ શક્તિ વધારવી:
સવારે નરણે કોઠે તુલસીનો રસ પાણી સાથે લેતા બળ, તેજ અને સ્મરણશક્તિમાં વૃદ્ધિ થાય છે. - મોંની દુર્ગંધ દૂર કરવી:
દરરોજ તુલસીના પાન ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે. - શરીરની વીદ્યુત શક્તિ જાળવવી:
તુલસી શરીરમાં વીદ્યુત સંતુલન જાળવે છે. તુલસીની માળા ધારણ કરનારા ઘણા રોગોથી સુરક્ષિત રહે છે. - કફરોગમાં ઉપયોગી:
શરદી, ઉધરસ, સળેખમ, સસણી અને શ્વાસરોગ જેવા કફ સંબંધિત રોગોમાં તુલસી અત્યંત લાભદાયી છે. - પાચનતંત્ર સુધારવું:
ભૂખ ન લાગવી, મોં વાસ આવવી, પેટ ડબ રહેવું વગેરે પાચન સંબંધિત તકલીફોમાં તુલસી ઉપયોગી છે. - વિવિધ રૂપે ઉપયોગ:
તુલસીના પાન કાચા ખાઈ શકાય, તેમનો રસ કાઢી પી શકાય અથવા સુકવીને પણ ઉપયોગ કરી શકાય છે. - સાવચેતી:
ગરમ પ્રકૃતિ ધરાવનારા અને પિત્તજ રોગ ધરાવનારે તુલસીનો ઓછો ઉપયોગ કરવો.
તુલસીના પાન ખાઈને તરત દુધ ન પીવું. - એસીડીટી અને આંતરડાના રોગોમાં રાહત:
તુલસીના નિયમિત સેવનથી એસીડીટી, મરડો અને કોલાઈટીસ જેવી તકલીફો દૂર થાય છે. - હૃદયરોગ અને શરદીમાં ફાયદો:
તુલસી હૃદયના રોગોમાં આશ્ચર્યજનક રીતે લાભ આપે છે અને બાળકોમાં શરદી-ઝાડા-ઉલટી જેવી તકલીફોમાં પણ આરામ આપે છે. - તુલસી ખરેખર કુદરતની એક અદ્ભુત ઔષધી છે જે શરીરને નિરોગી અને શક્તિશાળી બનાવે છે.
What's Your Reaction?
