વધુ વજનથી શું -શું નુકસાન થાય?
વધુ વજન કે મોટાપા આપના શરીર માટે કેટલું હાનિકારક છે તે જાણો. હાર્ટ રોગ, ડાયાબિટીસ, સાંધાના દુખાવા અને શારીરિક તંદુરસ્તી પર પડતાં અસર વિશે માહિતી મેળવો

-
ઘણા લોકો આ સમજવામાં અસમર્થ હોય છે કે જો શરીરનું વજન જરૂરી કરતાં વધુ વધી જાય, તો તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
-
જ્યારે કુટુંબના સભ્યો અથવા ફેમિલી ડોકટર વજન ઘટાડવાની સલાહ આપે છે, ત્યારે ઘણીવાર લોકો તેનો ગંભીરતાથી વિચાર કરતા નથી, ખાસ કરીને વજન વધવાની પ્રારંભિક સ્થિતિમાં.
-
પરંતુ જ્યારે વધુ વજનના સીધા કે આડકતરા અસર રૂપે કોઇ ગંભીર રોગ થઈ જાય, ત્યારે જ મોટાભાગના લોકોને એ સમજાય છે કે મેદવૃદ્ધિ પણ એક રોગ છે.
-
પશ્ચિમી દેશોમાં થયેલ સંશોધનો અનુસાર, જો વ્યક્તિનું વજન આદર્શ વજન કરતાં 20% વધુ હોય, તો તેની જીવનરેખા સામાન્ય વ્યક્તિ કરતાં ટૂંકી થઈ શકે છે. વજન વધતા મૃત્યુનો જોખમ પણ વધે છે.
-
માત્ર મૃત્યુ જ નહીં, પરંતુ મેદવૃદ્ધિ અનેક ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. ખાસ કરીને નીચે દર્શાવેલ આરોગ્ય સમસ્યાઓ જાડા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે:
1) ડાયાબિટીસ
2) બી.પી
3) થાઈરોઈડ
4) સાંધા ના દુખાવો
5) શ્વાસ ની તકલીફ
6) કોલેસ્ટ્રોલ (હાટૅ એટેક નુ મુખ્ય કારણ)
7) નળી બ્લોકેજ થવી
What's Your Reaction?






