મુંઢમાર તથા સોજા માટે ઘરગથથુ આયુર્વેદિક ઉપચાર

મુંઢમાર તથા શરીરના સોજા માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. હળદર, અરંડી તેલ, લસણ અને અન્ય ઘરેલું નુસ્ખાઓ વડે પ્રાકૃતિક રીતે સારવાર કરો અને દર્દમાં રાહત મેળવો

મુંઢમાર તથા સોજા માટે ઘરગથથુ આયુર્વેદિક ઉપચાર
  • કડવા લીમડાના પાન બાફીને ગોળા ગરમ અવસ્થામાં સોજા પર બાંધવાથી તે ઉતરે છે.

  • લવિંગ વાટી તેના લેપ સોજા પર ચોપડવાથી રાહત મળે છે.

  • શઈ અને સંચળ વાટી લગાવવાથી મૂઢમારનો સોજો ઉતરે છે.

  • હળદર અને કળી ચુનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો મટે છે.

  • હળદર અને મીઠાનો લેપ વાગેલા કે મચકોડાવાથી આવેલા સોજા મટાડે છે.

  • તલ અને મૂળાનું સેવન કરવાથી શરીરમાં સોજો ઘટાડવામાં મદદ મળે છે.

  • તાજણીયાના પાનનો લેપ સોજાને મટાડવા માટે ઉપયોગી છે.

  • ધાણાને જવના લોટ સાથે મિક્સ કરીને લેપ કરવાથી સોજા મટે છે.

  • આમલીના પાન અને સિંધવ મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા કે ઝલાઈ ગયેલા સાંધા પર લગાવવાથી આરામ મળે છે.

  • આમલી અને બાવળના પાનનો ગરમ લેપ મૂઢમાર કે મરડાયેલા હાડકા પર ચોપડવાથી સોજો ઓછો થાય છે.

  • શિંગોડાની છાલ ઘસીને લગાવવાથી સોજા અને દુઃખાવામાં રાહત મળે છે.

  • સરસીયા કે તલના તેલમાં અજમો ઉમેરી ગરમ કરીને તે સાંધાના સોજા પર મસાજ કરવાથી આરામ મળે છે.

  • મીઠું લસોટીને ચોપડવાથી સોજા ઉતરે છે.

  • તુલસીના પાન પીસી સોજા પર લગાવવાથી સોજો ઉતરી જાય છે.

  • જાયફળને સરસૈયા તેલમાં મિક્સ કરીને સાંધાના સોજા પર લગાવવાથી જકડાયેલા સાંધા છૂટા પડે અને સોજો મટે છે.

  • મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ રાખવાથી તરત જ આરામ મળે છે. લોહચુંબક બ્લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને ન અડે તેવા કાળજી લેવી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow