આંખની પીડા માટે આયુર્વેદિક ઉપચાર

આંખની પીડા માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. પ્રાકૃતિક ઔષધિઓ, આંખો માટેના ઉપાય અને ઘરેલું પદ્ધતિઓ દ્વારા રાહત મેળવો

આંખની પીડા માટે આયુર્વેદિક ઉપચાર
  • ત્રીફળા ચૂર્ણ અને વરીયાળી સરખા પ્રમાણમાં (100 ગ્રામ) મિશ્રિત કરીને, સવાર-સાંજ એક ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી દૃષ્ટિમાં સુધારો થાય છે.
  • આંખમાં દૂધ, કચરો, ચૂનો અથવા આંકડાનું દૂધ પડવાથી થતી બળતરામાં દીવેલ આંજવાથી આરામ મળે છે.
  • જો આંખમાં ચૂનો કે એસિડ પડી જાય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી શાંતિ મળે છે.
  • લાલ આંખ માટે ઘી આંજવાથી લાલાશ દૂર થાય છે.
  • હળદરના બે-ચાર ગાંઠીયા તુવેરની દાળ સાથે બાફી, હળદર સુકવી સૂર્યાસ્ત પહેલા પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી ઝામર, ધોળા રંગનું ફૂલુ, રતાશ અને ઝાંખપ જેવા દર્દો મટે છે.
  • દરરોજ તાજું છાશ સાથે માખણ ખાવાથી આંખનું તેજ વધે છે અને બળતરા મટે છે.
  • ધાણા, વરીયાળી અને સાકર સરખા પ્રમાણમાં લઈ ચુર્ણ બનાવી, જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખના દર્દો મટે છે.
  • મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લગાવવાથી તે જલ્દી પાકીને ફૂટી જાય છે.
  • બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખમાં આંજવાથી રતાંધળાપણું મટે છે. સાકર અને ઘી સાથે જીરાના ચુર્ણનું સેવન પણ ફાયદાકારક છે.
  • રોજ સવાર-સાંજ પાકા ટમેટાનો રસ પીવાથી આંખ માટે લાભદાયી છે. મોંમાં પાણીનો કોગળો ભરીને આંખમાં ઠંડા પાણીની છાલક મારવાથી ગર્મી દૂર થાય છે અને તેજ વધે છે.
  • રોજ જીરાનું ચુર્ણ ખાવાથી આંખની ગર્મી મટે છે.
  • ધાણાને પાણીમાં પલાળી મસળી ગાળી તે પાણીથી આંખ ધોવાથી દુઃખાવાથી આરામ મળે છે.
  • રાત્રે ત્રીફળા ચુર્ણ પાણીમાં પલાળી સવારે ગાળી તે પાણીથી આંખમાં છાંટા મારવાથી આંખનું તેજ વધે છે.
  • હળદર, ફટકડી અને આંબલીના પાન સરખા પ્રમાણમાં વાટી પોટલી બનાવી, ગરમ કરીને આંખ પર શેક કરવાથી રતાશ અને બળતરા મટે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow