શ્વાસ (દમ) માટે બેસ્ટ આયુર્વેદીક ઉપચાર

શ્વાસ કે દમ જેવી શ્વસન તકલીફો માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર જાણો. કુદરતી ઉપાય વડે ફેફસાંને મજબૂત બનાવો અને શ્વાસ લેવામાં સરળતા મેળવો

શ્વાસ (દમ) માટે બેસ્ટ આયુર્વેદીક ઉપચાર
  • દમનો હુમલો થયો હોય, તો એક પાકેલા કેળાને દીવાની જ્યોત પર ગરમ કરીને, છોલી, મરીનો ભૂકો ભભરાવી ખાવાથી આરામ મળે છે.

  • ઘી સાથે દળેલી હળદર ચાટી, ઉપર ગરમ દૂધ પીવાથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે.

  • રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.

  • હળદર, મરી અને અડદ ત્રણેને અંગારાં પર નાખી તેનો ધુમાડો લેતા શ્વાસમાં તરત રાહત મળે છે.

  • 10-15 લવિંગ ચાવી, તેનો રસ ગાળવાથી શ્વાસની તકલીફમાં લાભ થાય છે.

  • દરરોજ થોડો ખજુર ખાઈ, ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જાય છે અને દમ મટે છે.

  • 2-3 સુકા ખજુર, સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમમાં રાહત મળે છે.

  • નગરવેલના પાનમાં 2 રતીભાર જેટલી ફૂલાવેલી ફટકડી રાખી ખાવાથી દમ મટે છે.

  • અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે.

  • 15-20 મરી વાટી, મધ સાથે રોજ ચાટવાથી દમ મટે છે.

  • હળદર અને સુંઠનું ચૂર્ણ, મધ સાથે લેવાથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે.

  • ફૂલાવેલી ફટકડી અને સાકર સરખા પ્રમાણમાં લઇ, દિવસમાં ચાર વખત અડધો તોલો જેટલી ફાકવાથી દમની સમસ્યા ઘટે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow