પથરી માટેના ઘરેલુ નુસ્ખાઓ
પથરી માટે અસરકારક ઘરેલુ નુસ્ખાઓ જાણો. પ્રાકૃતિક ઉપાયો અને આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા પથરી ઓગળાવા અને રાહત મેળવવાની રીતો અજમાવો
- લીંબુના રસમાં સિંધવ મીઠું ઉમેરી ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ 21 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે અને આરામ મળે છે.
- ગોખરૂનું ચુર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળી જાય છે.
- ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો થઈ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
- નાળિયેરના પાણીમાં લીંબુનો રસ ઉમેરી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
- કારેલાનો રસ છાશ સાથે પીવાથી પણ પથરી ઓગળી જાય છે.
- જુનો ગોળ અને હળદર છાશમાં મિક્સ કરીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પણ પથરી ઓગળી જાય છે.
- કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખીને સવારે મસળી ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
- કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર ઉમેરી પીવાથી પથરી મટી જાય છે અને પથરીથી થતી પીડા દૂર થાય છે.
- ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સુરોખાર ઉમેરી પીવાથી પથરી ભાંગી ભુકો થઈ જાય છે.
- મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પણ પથરી ઓગળી જાય છે.
- મકાઈના દાણા કાઢીને ખાલી ડોડાને બાળીને તેની ભસ્મ બનાવી ચાળીને, આ ભસ્મ એક ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દુખાવું અને પેશાબની અટકાયત મટી જાય છે.
What's Your Reaction?
