આંખો નીચેના કાળા કુંડાળા ગાયબ કરી દેશે આ ખાસ ઉપાયો
આંખો નીચેના કાળા કુંડાળાં દૂર કરવા માટે પ્રાકૃતિક અને અસરકારક ઉપાયો જાણો. ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો દ્વારા આંખો વધુ તાજગીભરી અને સુંદર બનાવો

આંખો નીચેના કાળા કુંડાળા ગાયબ કરી દેશે આ ખાસ ઉપાયો, 1 સપ્તાહમાં જ દેખાશે અસર
કોઈપણ મહિલા કે પુરૂષના ચહેરા પર આંખો નીચે થયેલાં કાળા કુંડાળા (ડાર્ક સર્કલ) ગ્રહણ સમાન લાગે છે. આંખો નીચે ડાર્ક સર્કલ થવાની સમસ્યા આજકાલ ખૂબ જ વધી ગઈ છે. તેનાથી બચવા માટે ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેના દ્વારા સરળતાથી તમે ડાર્ક સર્કલને દૂર કરી શકો છો. ચાલો જાણીએ.
- આંખો નીચેના કાળા કુંડાળા થઈ જશે ગાયબ
- ઘરે જ લગાવો આ સામાન્ય વસ્તુઓ
- 1 સપ્તાહમાં દેખાશે અસર
આ છે ડાર્ક સર્કલ થવાના કારણો:
શરીરમાં ન્યૂટ્રીશન્સની કમી, રાતના ઉજાગરા, તણાવ, નબળાઈ, ખરાબ ડાયટ, વધુ મેકઅપનો ઉપયોગ, વધતી ઉંમર, નાકમાં એલર્જી અને હોર્મોન્સમાં ફેરફાર જેવા ઘણાં કારણો
-
ટામેટાં અને લીંબુનો ઉપાય
ડાર્ક સર્કલ દૂર કરવા માટે ટામેટાં બહુ જ કારગર માનવામાં આવે છે. તે નેચરલી કાળા કુંડાળા દૂર કરે છે. તેના માટે ટામેટાંના રસમાં લીંબુનો રસ મિક્સ કરી આંખો નીચે હળવા હાથે મસાજ કરો. પછી પાણીથી આંખો ધોઈ લો. રોજ આ ઉપાય કરવાથી એક સપ્તાહમાં કાળા કુંડાળા દૂર થઈ જશે.
- બટાકાનો ઉપાય છે રામબાણ
ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે બટાકાનો પણ પ્રયોગ કરી શકો છો. તેમાં બ્લીચિંગ એજન્ટ હોય છે જે ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે કાળા કુંડાળા પણ દૂર કરે છે. તેના ઉપયા માટે 1 ચમચી બટાકાના રસમાં અડધી ચમચી લીંબુનો રસ અને 2-3 ટીપાં ગ્લિસરીન મિક્સ કરી આંખો નીચે લગાવી હળવા હાથે મસાજ કરો. ચોક્કસથી અસર દેખાશે.
-
ઠંડુ દૂધ
દૂધ અને મલાઈ સ્કિન માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે અને ઠંડુ દૂધ આંખો માટે પણ લાભકારી છે. કાળા કુંડાળા દૂર કરવા માટે સૌથી પહેલાં ઠંડુ દૂધ લઈ તેમાં થોડાં ટીપાં મધ મિક્સ કરી આંખો નીચે લગાવો. 10 મિનિટ બાદ ધોઈ લો. આ ઉપાય તમે રોજ કરી શકો છો.
-
નારંગીની છાલ
નાંરગી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે એ વાત તો બધાં જાણે છે પણ તેની છાલ પણ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ખાસ કરીને કાળા કુંડાળા દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે નારંગીની છાલ લઈને તેને તડકામાં સૂકલી પાઉડર બનાવી લો. હવે તેમાંથી 1 ચમચી પાઉડર લઈ તેમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી તેને આંખો નીચે લગાવો. 10 મિનિટ બાદ ધોઈ લો. તેનાથી પણ ડાર્ક સર્કલ જલ્દી દૂર થાય છે.
-
પીપળાની છાલને દૂધમાં પીસી પેસ્ટ જેવું બનાવી આંખના કાળા ઘેરાવા પર લગાવવું.
-
હળદર, ગુલાબજળ અને મુલેડીની પેસ્ટ બનાવી ડાર્ક સર્કલ્સ પર લગાવી રાખવું. થોડા દિવસનાં પ્રયોગથી કાળા ડાઘા આછા થવા લાગશે.
-
ચંદન, ખસનું ચૂર્ણ, હળદર ને ગુલાબજળમાં મેળવી ડાર્ક સર્કલ્સ પર નિયમિત લગાવવાથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાશે. તનાવરહિત જીવનશૈલી અને સંયમિત આહાર-વિહાર આ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવે છે
What's Your Reaction?






