ગાયના ઘી ના અમુલ્ય ફાયદાઓ
શુદ્ધ દેશી ગાયના ઘીના આરોગ્યલક્ષી ફાયદાઓ જાણો. તંદુરસ્તીથી લઈને માનસિક શાંતિ સુધી, ગાયનું ઘી શરીર અને મન માટે કેવી રીતે લાભદાયી છે તે જાણો

-
સ્મરણ શક્તિ, બુદ્ધિ, જઠરાગ્નિ, વીર્ય, ઓજસ, કફ, અને મેદ વધારવામાં ગાયનું ઘી ઉપયોગી છે. આ સાથે, તે વાયુ, પિત્ત, ઝેર, ઉન્માદ, શોષ અને તાવનો નાશ કરે છે.
-
ગાયનું ઘી પચ્યા પછી મધુર અસર ધરાવે છે અને આંખ માટે હીતકારી ગણાય છે. તેથી, પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખોની નબળાઈ, દાહ કે ખાંજવાની સમસ્યા હોય, તો 15 મિનિટ સુધી ગાયનું ઘી ઘસવાથી આંખો તેજસ્વી અને સ્વસ્થ બને છે.
-
ઘીનો અખંડ દીવો ચાલુ હોય ત્યાં કોઈ ઝેરી પ્રાણીઓ ટકી શકતા નથી.
-
સવારે નાકમાં ઘીના ટીપાં નાખવાથી કફ, બપોરે નાખવાથી પિત્ત અને સાંજે નાખવાથી વાયુની તકલીફ દૂર થાય છે. આ સાથે શરદી, માથાનો દુખાવો અને અનિંદ્રા માટે ગાયનું ઘી ઉત્તમ ઉપાય છે.
-
પગના તળીયે ઘી ઘસવાથી ઊંઘ સારી આવે છે.
-
વાયુ પ્રકૃતિવાળાં લોકોને ઘીનુ સેવન ખૂબ જ જરૂરી છે.
-
ગાયનું ઘી જ્ઞાનશક્તિ, સ્મૃતિ, બુદ્ધિ, હિંમત અને બળ વધારવામાં સહાયક છે.
-
ક્ષીણ થયેલા કફને વધારવું, જઠરાગ્નિને પ્રદીપ્ત કરવું અને પિત્તનું પ્રમાણ જાળવી રાખવું—આ ત્રણે દોષ માટે ગાયનું ઘી શ્રેષ્ઠ પૌષ્ટિક ટોનિક છે.
What's Your Reaction?






