મગફળી ખાવાના અમુલ્ય ફાયદાઓ
મગફળીના આરોગ્યલાભ જાણો – શરીરમાં શક્તિ વધારવી, હ્રદય માટે લાભદાયક, ડાયાબિટીસ નિયંત્રણ, અને ત્વચા માટે ફાયદાકારક છે. દૈનિક આહારમાં મગફળી શામેલ કરો

- મગફળી અને પીનટ બટરમાં વિટામીન ‘એ’, ‘ઈ’, ફૉલિક ઍસિડ, કેલ્શ્યમ, મૅગ્નેશ્યમ, ઝીંક, આર્યન અને ફાયબરની ઊંચી ગુણવત્તા છે. તેમાં ઓછા કૉલેસ્ટરોલ સાથે ચરબી પ્રાપ્ત થાય છે.*
- નિયમિત મગફળી ખાનારની કૉલેસ્ટરોલની માત્રા ઓછી હોય છે.
- મગફળીથી ડાયાબીટીસની શક્યતા પણ ઘટે છે.
- શેકવાથી મગફળીનાં તત્ત્વોમાં વધારો થાય છે.
- શરીરના જે કોષોને નુકશાન થવાથી કૅન્સર અને હ્રદયરોગ થવાનો સંભવ રહે છે તે કોષો મગફળી ખાવાથી સુરક્ષિત રહે છે.
- મગફળીમાં પ્રોટીન અને સારી જાતની ચરબી પણ હોય છે. પરંતુ ખારી મગફળી ખાવી ન જોઈએ.
- મગફળી જ્યારે શેકવામાં આવે છે ત્યારે કૅન્સર અને હ્રદયરોગ સામે રક્ષણ આપનાર તત્ત્વોમાં ૨૨% જેટલો વધારો થાય છે.
- કેટલાંક ફળોમાં આ તત્ત્વો જેટલા પ્રમાણમાં હોય છે તેટલા જ પ્રમાણમાં મગફળીમાં પણ હોય છે.
- આથી જો તમે વજન ઘટાડવાના આશયથી મગફળી ખાવાનું છોડી દેશો તો તે યોગ્ય નથી. પરંતુ ખારી મગફળી તો ખાશો જ નહિ.
What's Your Reaction?






