એસિડિટી માટેના ઘરેલું ઉપચાર
એસિડિટી એટલે પેટમાં વધારે એસિડનું નિર્માણ થવું, જેના કારણે ઝળહળાટ, ગેસ, અને મોઢામાં તિકાશી જેવી તકલીફો થાય છે. આ સહેલાઈથી મળતા ઘરેલું ઉપાયો દ્વારા એસિડિટીથી રાહત મેળવો
-
અનાનસના ટુકડાઓ પર સાકર અને મરી ભભરાવી ખાવાથી એસિડિટીમાંથી રાહત મળે છે.
-
એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
-
દ્રાક્ષ અને બાલ હરડે સમાન પ્રમાણમાં લઈને તેમાં એટલીજ સાકર ઉમેરો અને રૂપીયાભાર જેટલી ગોળીઓ બનાવી સેવન કરવાથી એસિડિટી મટે છે.
-
ગંઠોડા અને સાકરનું ચૂર્ણ અથવા સુંઠ, ખડિ, સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી પણ એસિડિટી મટે છે.
-
અડધા લીટર પાણીમાં એક લીંબુનો રસ અને અડધી ચમચી સાકર ભેળવીને, બપોરે જમ્યાથી અડધો કલાક પહેલા પીવાથી એસિડિટી મટે છે.
-
ધાણા અને જીરાનું ચૂર્ણ ખાંડ સાથે સેવન કરવાથી એસિડિટી તેમજ છાતીની બળતરા મટે છે.
-
૧૦૦ થી ૨૦૦ મિલી દૂધમાં થોડી સાકર અને ઘીમાં સાંતળેલા ચારથી પાંચ કાળા મરીનું ચૂર્ણ નાખીને સાંજે પીવાથી એસિડિટી મટે છે.
-
૧ થી ૨ ગ્રામ ખાવાનો સોડા ધાણા-જીરાના ચૂર્ણ અથવા સુદર્શન સાથે લઈએ તો એસિડિટી મટે છે.
-
તુલસીના પાન દહીં કે છાસ સાથે લેવાથી એસિડિટીથી રાહત મળે છે.
What's Your Reaction?
