મધુમેહ (ડાયાબિટીસ) માટેના આયુર્વેદિક ઉપચાર

મધુમેહ (ડાયાબિટીસ) માટેના આયુર્વેદિક ઉપચાર જાણો. આયુર્વેદિક દવાઓ, ઘરેલુ ઉપાય, આહાર અને જીવનશૈલી દ્વારા બ્લડ શુગર નિયંત્રણ કેવી રીતે કરવું તે અહીં વાંચો.

મધુમેહ (ડાયાબિટીસ) માટેના આયુર્વેદિક ઉપચાર

આ રોગ મુખ્યત્વે અનિયમિત ભોજન વ્યાયામની કમી, માનસિક તનાવ તથા વારસાગત કારણોથી થતો જોવા મળે છે. આ રોગમાં આહાર-વિહારની નિયમિતતાથી બહુ લાભ થાય છે.

  • ઘઉંના લોટનાં બદલે જવનાં લોટની રોટલી ખાવી તે ડાયાબિટીસનાં દર્દીને ખૂબ લાભકારક છે.

  • રાત્રે ૧ ચમચી મેથી ૧ ગ્લાસ પાણીમાં પલાળી દેવી સવારે તે પાણી પી જવું તથા મેથીનાં દાણાને ચાવીને ખાઈ લેવા.

  • આહારમાં ચોખાનો ઉપયોગ નહિવત કરવો. ઉપરાંત રાગી, મેથી, કઢીપત્તા, આંબળા, જીરુ, લસણ, કાળા જાંબુ, હળદર, અશ્વગંધા ચૂર્ણ, ગળો, વગેરેનો ઉપયોગ વધારે કરવો.