બાળ-રોગ માટે આયુર્વેદીક ઉપાયો

બાળ-રોગ માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપાયો. બાળકોમાં સર્દી, તાવ, અપચો અને પેટના રોગો માટે આયુર્વેદિક દવાઓ, ઘરેલું ઉપાયો અને કુદરતી પદ્ધતિઓ અજમાવો

બાળ-રોગ માટે આયુર્વેદીક ઉપાયો
  • ખજુરની એક પેશીને ચોખાના ઓસામણ સાથે વાટી તેમાં થોડું પાણી મિક્સ કરીને નાના બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળા અને કાંતાઈ ગયેલા બાળકો તંદુરસ્ત અને મજબૂત બને છે.
  • પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વખત પીવડાવવાથી તેમની સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે, અને બાળક ઝડપથી ચાલતા શીખે છે.
  • ટમેટાના એક ચમચી રસને દૂધ પીવડાવતા પહેલા આપવાથી બાળકોમાં થતી દૂધની ઉલ્ટી મટે છે.
  • હળદર નાખીને ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ ઉમેરી પીવડાવવાથી બાળકોની શરદી, કફ અને સસણી દૂર થાય છે.
  • ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પાવીને પીવડાવવાથી બાળકોની ઉધરસ અને શ્વાસની તકલીફ મટે છે.
  • નાગરવેલના પાનને દીવેલ ચોપડીને સહેજ ગરમ કરી, બાળકની છાતી પર મુકી ગરમ કપડાથી હળવો શેક કરવાથી કફ છૂટો પડી જાય છે.
  • છાશમાં વાવડીંગનું ચુર્ણ પાવીને પીવડાવવાથી બાળકોના કરમ મટે છે. વારંવાર આપવામાં આવતા આ ઉપાયથી બાળકો આરોગ્યમય અને બળવાન બને છે.
  • બાળકોને તલ ખવડાવવાથી તેઓ રાત્રે ઉંઘમાં પેશાબ કરવાનું બંધ કરે છે અને તેમનું શરીર પુષ્ટ બને છે.
  • તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને પીવડાવવાથી નાના બાળકોના રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
  • બાળકોના પેટમાં કરમ થતાં હોય તો કાચા ગાજર ખવડાવવાથી કરમ મટી જાય છે.
  • ગ્લુકોઝવાળા પાણીમાં લીંબુની એક ચમચી રસ ઉમેરી, દિવસમાં ચાર વખત પીવડાવવાથી બાળકના દાંત સરળતાથી આવે છે અને ઝાડા થવાના અટકે છે.
  • દાંત આવતી વખતે પાણી જેવા ઝાડા થતા હોય તો મકાઈના ડોડાને બાળીને તેની ભૂકી (એક કે બે વાલ જેટલી) પાણી કે છાસમાં પાવીને પીવડાવવાથી ઝાડા બંધ થાય છે.
  • દાંત આવતી વખતે આંખમાં લાલાશ હોય તો ફૂલાવેલી ફટકડીને ગુલાબજળમાં મિક્સ કરીને આંખમાં ટીપાં નાખવાથી આરામ મળે છે. તેમજ ફટકડીના નવશેકા પાણીથી આંખ ધોવાથી પણ રાહત મળે છે.
  • તાજણીયાનો એક ચમચી રસ ધાવણામાં પીવડાવવાથી કબજીયાત મટી જાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow